Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

નડિયાદ તાલુકાના ભૂમેલમાં એક મકાન પર પોલીસે દરોડા પાડી 2 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

નડિયાદ : નડિયાદ તાલુકાના ભુમેલ તાબે ભવાનીપુરા માં એક મકાન પર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ તથા બીયર ટીન નંગ-૬૨૪ મળી કુલ રૂ.૨,૩૭,૫૪૦ નો જથ્થો ઝડપી પાડયો હતો?. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે મકાન માલિક પ્રોહી બુટલેગર ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની હોય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ના પો.અધિકારીની સુચના મુજબ ચકલાસી પોસ્ટેના પોલીસ જવાનો પ્રોહી જુગારની બદી નાબૂદ કરવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન ચકલાસી પોસ્ટેના અ.હે.કો. ભરતસિંહને બાતમી મળેલ કે ભુમેલ તાબે ભવાનીપુરા ખાતે રહેતો રણજીત ઉર્ફે જેડી છગનભાઈ પરમાર નાઓએ પરપ્રાંતના વિદેશી દારૂનો જથ્થો તેના મકાનમાં સંતાડી રાખેલ છે. અને છૂટક દારૂનું વેચાણ કરે છે.

 જે બાતમી આધારે ચકલાસી પોલીસે ભવાનીપુરા ઉત્તરસંડાના મુકામે રહેતો રણજીત ઉર્ફે જેડી છગનભાઈ પરમાર પર દરોડો પાડી વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૮૦ કિંમત રૂ. ૧,૪૭,૦૬૦ તથા બીયર ટીન નંગ-૬૨૪ કિંમત રૂ. ૯૦,૪૮૦ મળી કુલ રૂ.૨,૩૭,૫૪૦ નો જથ્થો ઝડપી પાડયો હતો.

 આ સંદર્ભે પોલીસે રણજીત પરમાર ની અટકાયત કરી એક મોબાઈલ ફોન કિંમત રૂ. ૧,૦૦૦ નો કબ્જે કરી પોલીસે કુલ રૂ. ૨,૩૮,૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે રણજીત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)