Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં ગેરકાયદે વીજ કનેક્શન મેળવી વીજ ચોરી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના બરાનપુરા વિસ્તારની વિજય સોસાયટીના રહીશે ગેરકાયદે વીજ કનેક્શન મેળવી મોટી રકમની ચોરી કરતા વીજ કંપની દ્વારા કારયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે બરાનપુરા સબ ડિવિઝનના નાયબ ઇજનેર રમણભાઇ રાઠવા તેમજ સ્ટાફના માણસો દ્વારા ન્યુ ખંડેરાવ રોડ પર આવેલી વિજય સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર જયંતિલાલ રુધાણીના ઘેર દરોડો પાડી તપાસ કરતા વીજ કનેક્શન ગેરકાયદે મેળવી વીજ ચોરી કરતા હોવાનું જણાયું હતું.

વીજ કચેરીના સ્ટાફના પ્રાથમિક તપાસમાં રૃા.૫.૧૭ લાખની ઘરગથ્થુ વીજ ચોરી કરી હોવાનું બહાર આવતા નાયબ ઇજનેરે રાજેન્દ્રકુમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(5:01 pm IST)