Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ભાજપના વધુ એક આગેવાન કોરોનાની ઝપટેઃ સુરતના મેયર ડો.જગદીશ પટેલનો રીપોર્ટ પોઝીટીવ

સુરતઃ સુરતના મેયર ડો.જગદીશ પટેલનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. મેયર પોતાના જ ઘરે સારવાર લેશે. તેઓ હોમ કવોરેન્ટાઇ રહેવાના છે. તેમણે છેલ્લા પંદર દિવસમાં તેમના સંપર્કમાં આવનારા બધાને ટેસ્ટ કરાવી લેવા અને જરૂર પડે તો કવોરેન્ટાઇન થવા વિનંતી કરી છે.

આમ ભાજપના વધુ એક આગેવાન કોરોનાની ઝપેટમાં સપડાયા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ડાંગની બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં વિજય પટેલ વિજયી બન્યા હતા. હવે આ પેટાચૂંટણીનો ઉત્સાહ ભાજપના વિવિધ આગેવાનોને કોરોનાના સ્વરૂપમાં કનડી રહ્યો છે.

(3:32 pm IST)