Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

શરીર સંબંધ બાંધવાની ના પાડનારી ૨૫ વર્ષની પત્નીને ૫૦ વર્ષનો પતિ ગુપ્ત ભાગે સળિયો મારતો

માતા-પિતાએ નાણાં લઇને ૨૬ વર્ષની પુત્રીનો આધેડ સાથે સોદો કર્યોઃ લગ્નના ૧૬માં દિવસે જ પત્ની ભાગી

અમદાવાદ,તા.૨૪ : મૂળ લખનૌની ગ્રેજયુએટ થયેલી ૨૬ વર્ષીય હિનાના લગ્ન તેમની મરજી વિરુધ્ધ અમદાવાદમાં રહેતા ૫૦ વર્ષીય આધેડ જતીન સાથે કરાવાયા હતા. પરંતુ તેનો પતિ તેમની સાથે રોજ શરીર સંબંધ માટે તેને મજબૂર કરતો હતો. હીના ના પાડે તો પતિ સળિયાથી હીનાના ગુપ્તભાગમાં મારતો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

 લગ્ન થયાના ૧૬ દિવસ બાદ હિનાએ ઘરેથી ભાગી જઇને મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. જયારે કાઉન્સિલર અંજના બહેન તેની મદદે પહોંચ્યા હતા. યુવતીએ તેમણે જણાવ્યુ કે, છોકરીઓની સંખ્યા ઓછી હોવાથી જતીનને લગ્ન માટે યુવતી મળતી નહોતી. જેથી જતીનને કોઈના દ્વારા મારા માતા પિતાનો સંપર્ક કર્યો હતો. અમારી િઆથિક સ્થિતિ સારી ન હોવાથી મારા માતા પિતાએ જતીન પાસેથી અંદાજે દોઢથી બે લાખ રૂપિયા લઈ મને વેચી દીધી હતી. પરિવારે પૈસાની લાલચમાં મારી મરજી વિરુદ્ઘ જતીન સાથે લગ્ન કરાવ્યા હતા.

 હિનાએ જણાવ્યુ કે, હજુ લગ્નને ૧૬ દિવસ થયા છે. જતીન રોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરતો હતો. હિના ના પાડે તો તને પ્રાઈવેટ પાર્ટ્સમાં સળીયા વડે મારતો હતો. પરંતુ હિના આવી વાત કોઈને  જણાવી શકતી નહોતી.

 બીજી બાજુ  પોતાની મારઝૂડની વાત હીના કોઈને કરી ન દે તેવા ડરથી જતીન તેને કેદ કરીને રાખતો હતો. રવિવારે મોકો જોઈ હિના ઘરેથી ભાગી જઇને ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. હિનાને ડર હતો કે તે માતા પિતા પાસે પાછી જશે તો તે પાછા તેને અહીં મોકલી દેશે અથવા બીજા કોઈને વેચી દેશે. તેથી તેણે પિયર જવાની ના પાડીને સુરક્ષા ગૃહમાં મોકલાઈ છે.

(11:48 am IST)
  • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST

  • થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST

  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST