Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

પાંડેસરામાં સગા પિતાએ પુત્રીને હવસનો શિકાર બનાવતા ધરપકડ

 પાંડેસરા: વિસ્તારમાં સગા પિતાએ ૧૧ વર્ષીય પુત્રીને પોતાની વાસનાની શિકાર બનાવી હોવાની ફરિયાદ ગત મોડી રાત્રે નોંધાતા પોલીસે પિતાની ધરપકડ કરી હતી. વતનમાં કાકા-કાકી સાથે રહેતી કિશોરી સાથે સગા પિતાએ કરેલા દુષ્કર્મની જાણ કાકા-કાકીને થતાં દિલ્હીની એનજીઓને ફરિયાદ કરતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

પાંડેસરા બમરોલી રોડ ખાતે રહેતા પરપ્રાંતીય યુવાનની ૧૧ વર્ષીય પુત્રી નિર્ભયા (નામ બદલ્યું છે ) વતનમાં તેના કાકા-કાકી સાથે રહેતી હતી. દરમિયાન, નવ માસ અગાઉ પરપ્રાંતીય યુવાન પુત્રીને વતનથી સુરત લઈ આવ્યો હતો અને સતત દોઢ માસ સુધી તેની સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. એક માસ અગાઉ તે પુત્રી સાથે વતન ગયો હતો અને ત્યાં પણ અડપલાં ચાલુ રાખ્યા હતા.

નરાધમ પિતા પુત્રીને લઇ સુરત આવવા નીકળ્યો તે પહેલા કિશોરીએ સમગ્ર ઘટના અંગે કાકા-કાકીને જાણ કરતા તેમણે દિલ્હીની એક એનજીઓનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. એનજીઓએ સુરત પોલીસનો સંપર્ક કરતા પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી અને બનાવ અંગે ગુનો નોંધી ગત મોડી રાત્રે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એમ આઈ પઠાણ કરી રહ્યા છે.

 

 

 

 

(6:29 pm IST)