Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

સ્નેહમીલાનમાં શંકરસીહબાપુ આવ્યા ફૂલ ફોર્મમાં : કર્યું શક્તિ પ્રદર્શન : હાલની ગુજરાત સરકારને તદન નિષ્ફળ ગણાવી : હાર્દિક પટેલ બાબતે સરકાર પર માછલા ધોયા : કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોને આડે હાથ લીધી

ગાંધીનગર : લોકસભાની આગામી વર્ષે યોજાનાર ચૂંટણી પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. શંકરસિંહે આ સંમેલનના બહાને કરેલ શક્તિ પ્રદર્શનમાં ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમને સંબોધતા શંકરસિંહે ભાજપને કાવતરાખોર પાર્ટી ગણાવતા કહ્યું હતું કે ભાજપ પાસે સાડા ચાર વર્ષનો હિસાબ આપવા માટે કાંઈ નથી. ગુજરાતમાં ખેડુતોના આપઘાત પહેલા થતા ન હતા પણ હવે આ સરકારમાં ગુજરાતનો તાત આપઘાત કરી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જ છેલ્લા મહિનામાં પાંચ ખેડુતોએ આપઘાત કર્યો છે.

શંકરસિંહે હાર્દિક પટેલનો પક્ષ લેતા કહ્યું હતું કે અનામત માટે લડી રહેલા પાટીદાર છોકરાને કોઈ મકાન ભાડે આપતું નથી. ભાડે આપતા લોકોને ડરાવવામાં આવે છે. તેને સભા કરવા મંજુરી આપવામાં આવતી નથી. આ તો કેવી લોકશાહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સરકારમાં સીબીઆઈ અને આરબીઆઈ જેવી સંસ્થાઓને પણ સરખી રીતે કામ કરવા દેવામાં આવતું નથી. આરબીઆઈને તેની રીતે કામ કરવા દો. તેની પાસેથી કેમ પૈસા માંગવામાં આવે છે? આમ જ થશે તો દેશ ખતમ થઈ જશે. પાપ છુપાવવા માટે સીબીઆઈનો સહારો લેવામાં આવી રહ્યો છે. સીબીઆઈનું પાપ પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી આવ્યું છે. તેમની સુચનાથી બધા ધંધા થાય છે. પહેલા અહીં થતું હતું, હવે ત્યાં થાય છે.

સરદાર પટેલની પ્રતિમા વિશે બોલતા શંકરસિંહે કહ્યું હતું કે તમે સરદાર સાહેબની પ્રતિમા, મહાત્મા મંદિર પર આઠ-દશ હજાર કરોડ રુપિયા ખર્ચો છો. તે બિન ઉત્પાદક છે. રજવાડાઓએ પોતાના રજવાડા સામેથી અર્પણ કર્યા હતા. તેમને સરદાર સાહેબને બાજુમાં સ્થાન આપવું જોઈએ. જેથી આવનાર પેઢીઓ પણ યાદ કરે કે રજવાડાએ આવા દાન કર્યા હતા.

ગુજરાત વિશે વાત કરતા કહ્યું હતું કે કેવું સરસ મજાનું વિકસિત રાજ્ય છે. આ રાજ્યના માણસને સરકારની જરુર જ નથી. સુખી માણસો છે. સરકાર હોય તો પણ શું અને ના હોય તો પણ શું. પણ 2000થી દશા બેઠી છે. લગભગ અઢી લાખ કરોડ રુપિયા દેવું છે ગુજરાત પર....

(5:36 pm IST)