Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ભરૂચના શુક્લતીર્થનાં મેળામાં ભાવિકો ઉમટ્યા;ભક્તોએ કર્યું નર્મદા મૈયામાં સ્નાન: ઓછું પાણી હોવાથી અસંતોષ

મેળામાં મ્હાલવા આવેલા લોકોએ વિવિધ રાઈડ અને ચકડોળની પણ મઝા માણી

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે આવેલાં શુકલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભરાતા કારતકી પુર્ણિમાના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં રાજયભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શુકલતીર્થના મેળામાં આસપાસના ગામોના લોકો તંબુ બાંધી પાંચ દિવસનું રોકાણ કરતાં હોય છે. શુકલેશ્વર મહાદેવના દર્શનની સાથે શ્રધ્ધાળુઓ નર્મદા મૈયામાં સ્નાનનો પણ લ્હાવો લીધો હતો. જોકે નર્મદામાં પાણી ઓછું હોવાનાં કારણે શ્રદ્ધાળુઓમાં જાણે અસંતોષ જોવા મળી રહ્યો હતો.

 શુક્લતીર્થ ગામે યોજાયા પાંચ દિવસીય મેળામાં આજે કાર્તિકી પૂર્ણિમાનું અનેરૂં મહત્વ હોય છે. લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શુક્લેશ્વર મંદિરમાં દર્શન કરીને તથા નર્મદા સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. મેળામાં મ્હાલવા આવેલા લોકોએ વિવિધ રાઈડ અને ચકડોળની પણ મઝા માણી હતી. બાળકોએ વિવિધ રાઈડનો લ્હાવો લઈ આનંદ ઉઠાવ્યો હતો.

(10:12 pm IST)