Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

પી.એમ.મોદીનો મનકી બાત કાર્યક્રમ સાંસદ મનસુખભાઇ સહિત બીજેપી હોદ્દેદારો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિહાળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રવિવારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ' મન કી બાત ' કાર્યક્રમ નર્મદા જિલ્લા બીજેપીના તમામ હોદ્દેદારો સાથે મનસુખભાઈ વસાવા સાંસદ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે નિહાળ્યો
 મન કી બાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતાના ઉર્જાવાન અને ઓજસ્વી વક્તવ્ય દ્વારા ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં એક હેલ્થ વર્કર પૂનમ નૌટિયાલ જી તથા તેમની સમગ્ર ટીમે સંકલ્પ કરેલ કે એક પણ વ્યક્તિ કોરોના વેક્સિનના ડોઝ  વગર બાકાત રહેશે નહિ તથા ૧૦૦ % ટકા રસીકરણ અભિયાન પૂર્ણ કરવામાં આવશે અને કોરોના મહામારીને રાજ્ય તથા સમગ્ર દેશ માંથી દૂર કરવામાં આવશે. તેનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું અને દેશના તમામ નાગરિકોનો ૧૦૦ કરોડો ડોઝ પૂર્ણ કરવા બદલ  આભાર વ્યક્ત કર્યો હતો.
સાથોસાથ સ્વછતા અભિયાન વિષે તથા નારીશક્તિ  મહિલાઓ વિષે વાત કરી હતી કે મહિલાઓ આજે પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, સૈન્ય વિભાગ તથા વિવિધ ક્ષેત્રોમાં કઠોરમાં કઠોર તાલીમ મેળવી સંવેદનશીલ જગ્યા પર સુરક્ષા કરતી જોવા મળી રહી છે અને વિશિષ્ટ યોગદાન આપી રહી છે, મહિલાઓના આ વિવિધ કાર્યને માનનીય પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભગવાન બિરસા મુંડાજીની દેશ માટેની રાષ્ટ્રભક્તિ વિશે વાત કરી હતી અને તમામ આદિવાસી નવયુવાનોને બિરસા મુંડાજીના જીવન ચરિત્ર તથા રાષ્ટ્રભક્તિના કાર્યમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત દિવાળીના વિવિધ ધાર્મિક તહેવારોમાં દેશના તમામ નાગરિકોને દેશી ફટાકડા, દેશી બનાવટી દિવા તથા કોડિયા જેવી વગેરે સ્વદેશી વસ્તુ ખરીદવા માટે ખાસ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ માં જીલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:24 pm IST)