Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ભારત-પાક. મેચને પગલે અમદાવાદ પોલીસ એલર્ટ :સાંજે 6 વાગ્યાથી રાતે 11.30 સુધી બંદોબસ્ત રાખવાની સુચના

PVRના તમામ મલ્ટીપ્લેક્સમાં લાઈવ મેચ : ઘાટલોડિયાની આવિશ્કાર સોસાયટીમાં મેચ જોવા મોટી સ્ક્રીન મુકાઈ : બોદકદેવમાં આવેલ ગૌરી કોર્પોરેશનમાં ઓફિસમાં જ ટેરેસ પર મેચ માટેનું સેટઅપ

ભારત અને પાકિસ્તાન મેચને લઈ આજે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો પોત પોતાના ઘરમાં ટીવી સામે મેચનો આનંદ લેવા માટે બેસી ગયા છે. ત્યારે અમદાવાદના PVRના તમામ મલ્ટીપ્લેક્સમાં લાઈવ મેચ બતાવવામાં આવશે. જે માટે ચાહકોએ બે દિવસ પહેલાથી જ ઓનલાઈન ટિકિટો બુક કરાવી દીધી છે. તો બીજી બાજુ શહેરના કલબો અને પાર્ટી પ્લોટ પણ ફુલ થઈ ગયા છે. સિંધુભવન ખાતે આવેલા કેફેમાં મેચ જોવા માટે સ્પેશિયલ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદ પોલીસ એલર્ટ બની છે. અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે 6 વાગ્યાથી રાતે 11.30 મેચ પૂરી થયા બાદ સુધી પોલીસ બંદોબસ્ત રાખવા સુચના આપવામાં આવી છે.

ઘાટલોડિયાની આવિશ્કાર સોસાયટીમાં મેચ જોવા મોટી સ્ક્રીન મૂકવામાં આવી છે. સોસાયટીમાં 50 ઘર આવેલાં છે તે તમામ ઘરના લોકો સોસાયટીના કોમન પ્લોટમાં મૂકેલી સ્ક્રીનમાં મેચ જોશે. ઉપરાંત મેચ દરમિયાન કોઈ ઘરે ના જાય તેથી સોસાયટીના તમામ સભ્યોના જમવાની વ્યવસ્થા કોમન પ્લોટમાં મેચ જોતાં થાય તે રીતે કરવામાં આવી છે. સોસાયટીમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો મેચ જોશે. બોદકદેવમાં આવેલ ગૌરી કોર્પોરેશનમાં ઓફિસમાં જ ટેરેસ પર મેચ માટેનું સેટઅપ લગાવામાં આવ્યું છે. જેમાં દરવાજાથી લઈને લઈને સ્ક્રીન સુધી રાષ્ટ્રધ્વજ લગાવામાં આવ્યા છે. ઓફિસના સ્ટાફ માટે ક્રિકેટ મેચના VIP પેવેલીયન જેવો જ માહોલ ઊભો કરવામાં આવ્યો છે.

ભારત-પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદ પોલીસ એલર્ટ બની છે. અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે 6 વાગ્યાથી રાતે 11.30 મેચ પૂરી થયા બાદ સુધી પોલીસ બંદોબસ્ત રાખવા સુચના આપવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ, સર્વેલન્સ સ્ક્વોડની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપવામા આવી છે. સાંજથી જ તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોડી રાતે 12 વાગ્યા સુધી તમામ પીઆઇ અને પોલીસકર્મીઓને વિસ્તારમાં એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

આજની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચના કારણે દેશભરમાં ભારે રોમાંચકતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘરે પરિવાર સાથે મેચ જોવાના છે. પરંતુ સાથે-સાથે પાર્ટી પ્લોટ તથા સોસાયટીઓમાં લોકો સાથે મળીને મેચને જોવાનું આયોજન કરી રહ્યા છે. અમદાવાદના રાજપથ ક્લબ, એસ.કે ફાર્મ, ગાંધીનગર ચિલોડા પાસેના ત્રિદેવ પાર્ટી પ્લોટ, ઉપરાંત અમદાવાદના સિંધુભવન રોડ પરના વિવિધ કેફે પર મિત્રો સાથે મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદની વિવિધ સોસાયટીઓના થિયેટર રૂમ ઉપરાંત કોમન પ્લોટમાં પ્રોજેક્ટર મૂકીને મેચ જોવામાં આવશે

(7:27 pm IST)