Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

વિરમગામ શહેર ભાજપના યુવા મોરચા અને કિસાન મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીની સુચના અને માર્ગદર્શન મુજબ મંડલ સંકલન સાથે ચર્ચા કરી વિરમગામ શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ દ્વારા વિરમગામ શહેર ભાજપના યુવા મોરચા અને કિસાન મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. વિરમગામ શહેર ભાજપના યુવા મોરચા અને કિસાન મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોને અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(5:36 pm IST)