Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

વડોદરા : ધર્માંતરણ અને હવાલા કાંડ મામલે બંને આરોપીઓને વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા SOGએ 7 દિવસના રિમાન્ડની કરી હતી માગ: 27મી ઓક્ટોબરના બપોરના 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજુર

વડોદરા : ધર્માંતરણ અને હવાલા કાંડ મામલે બંને આરોપીઓને વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે વડોદરા SOGએ 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે  સલાઉદ્દીન શેખ અને ઉંમર ગૌતમના  27મી ઓક્ટોબરના બપોરના 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજુર થયા છે

ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ ની તપાસ કરી રહેલ વડોદરા SOG દ્વારા શુક્રવારે  આફમી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી હતી જેમાં મુસા પટેલ અને ડૉક્ટર એહમદ શેખનો સમાવેશ થાય છે.અબ્દુલ્લા ફેફડાવાળાના યુકે સ્થિત અલફલા ટ્રસ્ટ તથા વિવિધ દાનવીરો તરફથી કરોડો રૂપિયાની રકમ આવતી હતી તે રકમનો ઉપયોગ વડોદરા આવ્યા પછી આંગડિયા મારફતે દેશના અલગ-અલગ ભાગોમાં મોકલવામાં કરવામાં આવતો.  આ  કરોડો રૂપિયાની રકમ મસ્જિદોનું નિર્માણ અને અન્ય પ્રવૃત્તિઓ અંગે વાપરવામાં આવતો હોવાની બાબત  આ બંને ટ્રસ્ટીઓ ને પૂછવામાં આવી હતી.

(11:42 pm IST)