Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રાજપીપળા ભાટવાડાથી ચોરાયેલી બાઈક નાના ભાઈએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું, LCBએ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના ઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપતા એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં બનતા ગુનાઓ ડીટેક્ટ કરવા જણાવતા રાજપીપલા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર માંથી દિપેનભાઇ અશોકભાઇ ચૌહાણની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.જી.જે. ૨૨ - એલ -૫૮૫૮ ની કોઇ ચોર તા .૧૦ / ૧૦ / ૨૦૨૧ ના રોજ ચોરી કરતાં રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરતા રાજપીપલા તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.અલ્પેશ પટેલના સુપરવિઝન હેઠળ ટીમે રાજપીપલા ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીદાર આધારે બાતમી ફરીયાદીના ભાઇ વિશાલ ઉર્ફે ગુલી અશોકભાઇ ચૌહાણ (રહે . ભાટવાડા રાજપીપલા)નાએ આ ગુનાના કામની મોટર સાયકલ ચોરી કરેલ હોવાની બાતમી આધારે ભદામ ખાતેથી ઝડપી પુછપરછ દરમ્યાન તેણે આ મોટર સાયકલ ચોરી કરેલાનું કબુલતા અને મોટર સાયકલ રાજપીપલાના જુનાકોટ વિસ્તારની પાછળ આવેલ ખેતરોમાં સંતાડી હોય મોટર સાયકલ રીકવર કરી ચોરી કરનાર અને મોટર સાઇકલ ને રાજપીપળા પોલીસ ને સોંપવામાં આવ્યા છે.

(10:21 pm IST)