Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પત્નીને ડિવોર્સ પિટિશન પાછી ખેંચાવવા પતિએ અંગતપળોની અશ્લીલ ફોટો વાયરલ કરવા આપી ધમકી : પોલીસ ફરિયાદ

પ્રેમલગ્ન કર્યા બાદ પતિએ છૂટાછેડાનું સ્ટેમ્પ પેપર પર લખાણ માંગ્યું

 

અમદાવાદ: પત્નીએ ફાઇલ કરેલી ડિવોર્સ પિટિશન પરત ખેંચાવા પતિએ લગ્ન સમયની અંગતપળોના અશ્લીલ ફોટો વ્હોટ્સએપ કરી વાઈરલ કરવાની ધમકી આપી હતી. અંગે પત્નીએ પતિ વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પતિએ રૂ.100ના સ્ટેમ્પ પર છૂટાછેડાનું લખાણ માંગતા પત્નીએ ડિવોર્સ કેસ ફાઇલ કર્યો હતો.

બનાવની વિગત મુજબ નારણપુરાના પ્રગતીનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા શ્વેતા અને રોહન (બન્નેના નામ બદલ્યા છે.) વચ્ચે પ્રેમ થતા બન્નેએ લવમેરેજ કર્યા હતા. રોહને તેની અગાઉની પત્નીથી છૂટાછેડા લઈ શ્વેતા સાથે લગ્ન કર્યા હતા.

ગોતા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં લગ્ન બાદ કપલ રહેવા માટે ગયું હતું. રોહન ટ્રાવેલ્સનો વેપાર કરતો અને શ્વેતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. લગ્નજીવ દરમિયાન રોહને શ્વેતાના નામે ત્રણ વાર લોન લીધી હતી. જેમાં બે લોન ભરપાઈ થઈ ગઈ હતી. જો કે બાકીની છેલ્લી લોન રૂ.8.50 લાખની ભરપાઈ કરવાની બાકી હતી.

દરમિયાનમાં રોહને શ્વેતાને જણાવ્યું કે,અમારા રાજપુત સમાજમાં આપણા લગ્નની ખબર પડી ગઈ છે. તારે થોડો સમય તારા ઘરે જવું પડશે. બાદમાં રોહને થોડા સમય પછી તેના માણસ જોડે શ્વેતાનો સામાન તેના પિયરમાં મોકલી આપ્યો હતો. બાબતે શ્વેતાએ પૂછતાં રોહને મારે રૂ.100ના સ્ટેમ્પ પેપર પર તારી સાથે છુટાછેડાનું લખાણ જોઈએ તેમ જણાવ્યું હતું.

બાદમાં શ્વેતાએ તેના નામે લીધેલી લોન રોહન ભરશે અને લગ્ન સમયે માતા પિતાએ આપેલા 10 તોલા દાગીના પરત કરશે તેવી શરત સાથે ડિવોર્સ પિટિશન ફાઈલ કરી હતી. જે કેસની તારીખ માર્ચ મહિનામાં હતી. દરમિયાનમાં રોહને શ્વેતાના મોબાઈલ ફોન પર લગ્ન સમયની બન્નેની અંગતપળોના ફોટા મોકલ્યા હતા. ડિવોર્સ પિટિશન પરત ખેંચી નહીં તો ફોટો હું વાઇરલ કરી દઈશ તેવી ધમકી રોહને આપી હતી. બનાવને પગલે શ્વેતાએ રોહન વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(1:19 am IST)