Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

દેડિયાપાડા હોટલ માલિકોએ લોકડાઉનમાં પોલીસ સ્ટાફમાં પીરસેલા ભોજનના લાખો રૂપિયા નહિ ચૂકવાતા રોષ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશમાં કોરોનાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે જેમાં 6 મહિના કરતા વધુ સમયથી લોકોના કામધંધા પર પણ બહુ મોટી અસર થઈ છે તેમ છતાં લોકડાઉનના ખરાબ સમયમાં પણ નર્મદા પોલીસના દેડીયાપાડા પો.સ્ટે.ના લગભગ 250 જેટલા સ્ટાફને બે સમય ભોજન અને નાસ્તો આપતા હોટલ માલિકોને બિલના લાખો રૂપિયા નહિ ચૂકવાતા હોટલ માલિકોને ભીખ માંગવા જેવા સમયમાંથી હાલ પસાર થઈ રહ્યા છે.

જોકે હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ ભોજનની વાત કરતા સમયે લાગતા વળગતા પોલીસ અધિકારીએ દર પંદર દિવસે બીલના નાણાં મળશે તેવી વાત કરી હોવા છતાં આજદિન સુધી કેટલીય હોટલ ના માલિકો તેમના બાકી નાણાં લેવા ટલ્લે ચઢી રહ્યા છે છતાં હજુ કોઈને રૂપિયા નથી મળ્યા.જેતે અધિકારીના ભરોસે અનાજ છાસ સહિતની વસ્તુઓ ઉધાર લાવી વેપારીઓએ પોલીસ સ્ટાફને મનગમતું ભોજન પીરસ્યું હતું છતાં બાકી રૂપિયા માટે વેપારીઓ હાલ વલોપાત કરતા જોવા મળી રહ્યા હોય તો માટે જવાબદાર કોણ..? જીલ્લા પોલીસ વડા બાબતે દરમીયાનગીરી કરી હોટલ માલિકોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે.

(1:08 am IST)