Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કેવડીયા બંધના એલાનનો વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

કેવડિયા સરપંચ ભીખાભાઇ તડવી,ઉપસરપંચ રણજિત તડવીએ કેવડિયા બંધ ના એલાન વિરુદ્ધ જિલ્લા કલેકટર, નર્મદા ડી.એ.શાહને આવેદનપત્ર પાઠવ્યું

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા વિરતારમાં તા.0 અને ૩૧ મી ઓકટોમ્બરે કોઈ બહારની વ્યકિતઓ દ્વારા બંધનું એલાન આપેલ છે.જેનો કોઠી (કેવડિયા) ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિકોએ વિરોધ કરી નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

 

જેમાં જણાવ્યા મુજબ કેવડીયા કોલોની,ભુમલીયા,કોઠી ગભાણા,ભુતીયાદરા વિગેરે ગામોના નાગરીકો સાથે ચર્ચા બાદ નિર્ણય કરેલ છે કે બંધના એલાનનો અમેં સખત વિરોધ કરીએ છીએ.હાલમાં લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય ખેતી ઉત્પાદનનું વેચાણ ક૨વા કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ખુબ અગવડ પડે તેમ છે.જેથી બંધનુ એલાન હોવું જોઈએ. ખાસ કરીને કેવડીયા વિસ્તારના અનેક પ્રશ્નો સ૨કાર સાથે અવાર નવાર રજુઆતો ક૨તા આવ્યા છીએ અને હાલમાં પણ પંચાયત વિસ્તારનાના આગેવાનો તથા વિસ્તારના સામાજીક આગેવાનો સાથે સરકાર સાથે વાટાઘાટો માટે અનેક મિટીંગો ચાલુ છે.જેથી અમને વિશ્વાસ છે કે સરકાર આવા ઉપરિંથત પ્રશ્નો બાબતે સકારાત્મક ઉકેલ લાવશે.

 કેવડીયા વિસ્તારના ભવિષ્યમાં થનાર વિકાસ સંદર્ભે પણ જયારે જયારે જરૂર પડે અમો લોકોની વચ્ચે જઈને ગુંચને કાઢવાનો  તથા પંચાયત ના સભ્યો ખડે પગે પ્રજા અને ગામના નાગરીકો સાથે ૨હયા છીએ. વિસ્તારમાં સંઘર્ષનું વાતવર બન્યુ ૨હે અને તેનો રાજકીય ખાટ કાઢવા માટે કેટલાક લોકો અમારા વિસ્તારમાં આવી બીન જરૂરી જુઠાણા ફેલાવી પ્રજામાં ગેરમાર્ગે દોરવા અને અસંતોષ ફેલાવવા જે પ્રયત્નો અનેક સંગઠનો મા૨ફતે કરવામાં આવે છે.જેને અમો સખત શબ્દોમાં વખોડી કાડીએ છીએ.અમારા વિસ્તારમાં સુખ,શાંતિ અને સમૃધ્ધિના માર્ગ ખુલવાના છે ત્યારે આવા અસામાજીક તત્વો આવી હરકતો કરી અમારા વિસ્તારને કઈ દિશામાં લઈ જવા માગે છે તે સમજાતુ નથી. અમારા વિસ્તા૨ ને બદનામ કરી વિસ્તારને અધોગતિ ત૨ફ જતા રોકવા કાયદા કાનુનની દ્રષ્ટિ યોગ્ય કાર્યવાહી કરવા મારી અને ગ્રમજનોની વિનંતિ છે .તેમ આવેદન માં જણાવવા માં આવ્યું હતું.

 

(1:01 am IST)
  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST