Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગુજરાતમાં ગુંડા એકટને રદ કરવા માઈનોરિટી કોર્ડીંનેશન કમિટિ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખાયો

ગુંડા શબ્દની વ્યાખ્યા અસ્પષ્ટ: પોલીસ જેને ઈચ્છે તેને આ કાયદા હેઠળ ગુંડા તરીકે પકડી શકે

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા ગુંડા બિલને રદ કરવા માટે ગુજરાત માઈનોરિટી કોર્ડીંનેશન કમિટિ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર ઈમેલ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિને ઈમેલ મારફતે મોકલવામાં આવેલ પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે

કાયદો ન્યાયના કુદરતી સિધ્ધાંત, પારદર્શિતા, કોઈ પણ નિર્દોષ ને સજા ન આપવાના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલંઘન છે. આ કાયદો આંતરરાષ્ટ્રીય માનવધિકારોની વેશવિક ઘોષણા 1948 કે જેમાં ભારતે પણ હસ્તાક્ષર કરેલ છે તેનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

આ મુદ્દે વાતચીત કરતા ગુજરાત માઈનોરિટી કોરડીનેશન કમિટિના કન્વીનર મુજાહિદ્દ નફિસે જણાવ્યું હતું કે ગુંડા એકટ હેઠળ જે જોગવાઈ લાવવામાં આવી છે એ ખરેખર ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872માં સામેલ છે તો આ કાયદાની કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી. આ કાયદા હેઠળ ગુંડાની વ્યાખ્યા સ્પષ્ટ ન હોવાનો તેમણે દાવો કર્યો હતો.

આ કાયદાની કલમ 2 (ખ)માં ગુંડા શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલ છે તે એટલી અસ્પષ્ટ છે કે પોલીસ જેને ઈચ્છે તેને આ કાયદા હેઠળ ગુંડા તરીકે પકડી શકે છે પછી ભલે  પોતાના અને પોતાના સમાજના અધિકારોની વતા જ કેમ ન હોય.

કલમ 2 (ગ)માં અસામાજિક પ્રવૃત્તિની વ્યાખ્યા પણ એવી છે કે જે દરેક વ્યક્તિ જે કોઈ પણ પ્રકારના માનવ અધિકાર, પર્યાવરણીય અધિકાર, કામદાર અધિકાર કે અન્ય કોઈપણ અધિકારની વાત કરશે તેને ગુંડા એક્ટ તહત ગુંડો ગણવામાં આવશે.

કલમ 2 (ગ) 8,9 માં પણ કોઈ પણ વ્યક્તિને આસાનીથી આ કાયદા હેઠસ ગુંડા તરીકે ગણી શકાશે તેમજ કલમ 2 (ગ) 10 માં જણાવ્યા મુજબ કારખાનાના માલિક કે અધિકારીઓ માટે કામદારો ને ગુંડા સાબિત કરવું ખુબજ આસાન થઈ જશે

કલમ 2(ગ) 16 મુજબ જો કોઈ પણ ધરણા કે પ્રદર્શનના કાર્યક્રમ કરનાર પણ આ કાયદા તહત ગુંડા ગણી શકાશે.

કલમ 2 (ઘ) મુજબ રાજ્ય સેવક ગુંડાને મદદ કરવા બાબતે દોસી ગણાઈ શકશે જ્યારે કલમ 23 અનુસાર રાજ્ય સરકાર અને તેમના કોઈ અધિકારી વિરુદ્ધ પગલાં લઈ શકશે નહીં એટ્લે કે સરકાર પોતાના રાજનેતિક વિરોધીઓ, માનવધિકાર કાર્યકર્તાઓ વગેરે ને ફસાવવા માટે આદેશ આપશે તો કોઈ ઈન્સ્પેકટર તેમના આ ખોટા આદેશને નહીં મને તો તેને આ કાયદા મુજબ જેલમાં નાઉખી શકાશે.

કલમ 3માં દંડની વાત કરવામાં આવી છે જેમાં ગુંડાને 3(1) મુજબ 7 થી 10 વર્ષની જેલ અને 50 હજાર અને 3(3) મુજબ 6 માસની કેદ અને 10 હજારનો દંડની એમ બે પ્રકાર ની જોગવાઈ છે

માઈનોરિટી કોરડીનેશન કમિટિ ગુજરાત દ્વારા લખાયેલા પત્રમાં ગુંડા કાયદો રાજનૈતિક વિરોધને સમાપ્ત કરવા, રાજ્યમાં માનવ અધિકારો – પ્રતિરોધની આવજોને કચડી નાખવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પત્રમાં રાષ્ટ્રપતિને કાયદામાં સહી ન કરી પાસ ન થવા દેવા રજુઆત કરવામાં આવી છે. અગાઉ આ મુદ્દે રાજ્યપાલને પણ પત્ર લખવામાં આવ્યો હતો.

(9:22 pm IST)
  • ' આલે....લે " : ઉત્તર પ્રદેશમાં 1 કરોડ 9 લાખ ગ્રાહકો એવા છે કે જેમણે ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી : આ ગ્રાહકો પૈકી 96 ટકા ગ્રામ્ય વિસ્તારના છે જેમની પાસે અધધ...68 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે : યુ .પી.પાવર કોર્પોરેશન લિમિટેડના ચેરમેને ટ્વીટર ઉપર આપી માહિતી access_time 1:33 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • પાંચ ટીવી ચેનલોને જાહેર માફી પ્રસારીત કરવા NBSA દ્વારા આદેશ: સુશાંતસિંઘ રાજપૂતના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ કરવા સમયે પત્રકારિત્વના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે આજતક, ઝીન્યૂઝ, ઇન્ડિયાટીવી અને અને ન્યૂઝ ૨૪ ને માફી પ્રસારિત કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાનડર્ડ ઓથોરિટી (એનબીએસએ) એ આદેશ આપ્યા access_time 1:04 pm IST