Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

બનાસકાંઠા : પાલક પિતાએ સગીર દીકરીને પીંખી નાંખી

ગુજરાતમાં પણ છોકરીઓ ઉપર દુષ્કર્મની વધતી ઘટના : બનાસકાંઠાના કરજોડા ગામમાં પાલક પિતાએ જ ૧૩ વર્ષની પુત્રી પર મહિના સુધી દુષ્કર્મ કર્યું : આરોપી પલાયન

બનાસકાંઠા,તા.૨૪ : બનાસકાંઠામાં હજી થોડા દિવસ પહેલા પિતરાઇ ભાઇએ સગીર બહેન પર દુષ્કર્મ કરીને હત્યા કર્યાની ઘટનાએ ચકચાર મચાવ્યુ હતું ત્યારે ફરીથી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકાના કરજોડા ગામમાં પાલક પિતા પોતાની ૧૩ વર્ષની દીકરી પર છેલ્લા એક મહિનાથી દુષ્કર્મ ગુજારતો હતો. અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ પાલક પિતા ફરાર છે અને તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાલનપુર તાલુકાના કરજોડા ગામમાં પાલક પિતા પર સગીર દીકરી પર બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. નરાધમ સાથે અમદાવાદની યુવતીએ લગ્ન કર્યા હતા અને તેની સાથે તેની દીકરી પણ હતી. પરંતુ એક મહિના પહેલા તેની તે પત્ની અને પીડિત સગીરાની માતા ભાગી ગઇ હતી. જેનો ગુસ્સો રાખીને પિતા સાવકી દીકરી પર એક મહિનાથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. ફોઇના દીકરાએ સગીરા પર દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. હજી થોડા દિવસ પહેલા ડિસાની ૧૨ વર્ષીય મૂકબધિર સગીરા પર ૨૪ વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી ૨૦ ફૂટ દૂર ફેંકવાની ઘટના સામે આવી હતી.

યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, સીસીટીવીમાં આધારે પોલીસે આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો. કેસમાં ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય લીધો હતો કે, આરોપી તરફથી કોઇપણ વકીલ કેસ નહીં લડે.ડીસાના શિવનગરમાં રહેતી કિશોરી અને આરોપી ૨૪ વર્ષનો નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ બહેન હતાં. પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (૨૪) કબૂલાત કરી છે કે કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે.

(7:27 pm IST)
  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST

  • મુંબઇથી હનીમૂન માટે કતાર ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા :૧૦ વર્ષની થઇ જેલઃ નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB) રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે access_time 11:25 am IST