Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મોડાસામાં લક્ષ્મી શોપિંગ સેંટરમાં મોબાઈલની દુકાનમાંથી બિલ વગરના 6 આઈફોન મળી આવતા વેપારીની ધરપકડ

મોડાસા: શહેરના લક્ષ્મી શોપીંગ સેન્ટરમાં આવેલી એક મોબાઈલ દુકાનમાં થી બીલ વગરના છ આઈફોન મળી આવતાં જ વેપારીને ઝડપી પડાયો હતો.જિલ્લા એસઓજી ટીમે બાતમીના આધારે છાપો મારી આ જથ્થો ઝડપ્યો હતો.ત્યારે નગરના નામચીન માર્કેટમાં ચોરીના તેમજ બીલ વગરના મોબાઈલો ધૂમ વેચાતા હોવાની ચર્ચાઓ પણ ચગદોળે ચડી હતી.

જયારે દેશના વિવિધ રાજયોની પોલીસ પણ ચોરીના મોબાઈલનું પગેરૂ મેળવતા આ બજાર સુધી સંખયાબંધ પહોંચી છે.નગરના લક્ષ્મી શોપીંગના મોબાઈલ માર્કેટ માં આવેલ માસ્ટર મોબાઈલ નામની દુકાનમાં બીલ વગરના મોબાઈલ વેચાતા હોવાની બાતમી સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના ઈન્સ્પેકટર જે.પી.ભરવાડ ને મળતાં ટીમે છાપો માર્યો હતો.અને આ દુકાનમાંથી આઈફોન કંપનીના કિં.રૂ.૬૭૦૦૦ ના છ મોબાઈલ નો જથ્થો બીલ વગરનો માલુમ પડતાં કબ્જે કરાયો હતો.પોલીસે વેપારી મોહમ્મદસલીમ ગુલામમહોમદ ખાલક રહે.કોટ વિસ્તારને ઝડપી લીધો હતો.

(5:16 pm IST)