Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગાંધીનગરમાં લોકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરનાર અમદાવાદના ઈસમને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો

ગાંધીનગર: શહેરમાં સરકારી નોકરીના બહાને ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે ગાંધીનગર રેન્જના સાયબર સેલે ગીફટ સીટીના એડમીનીસ્ટ્રેટર હોવાની ઓળખ આપીને લોકોને સરકારી યોજનાઓમાં નોકરીની લોભામણી લાલચ આપી ઠગાઈ કરતાં અમદાવાદના ઈસમને ઝડપી લીધો છે. જેની સામે સાયબર પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. આ ગઠીયાએ વર્ષ ર૦૧૯ની વાયબ્રન્ટ સમિટમાં પણ ગીફટ સોલાર પ્રોજેકટના નામથી ભાગ પણ લીધો હોવાનું બહાર આવ્યું હતું.   

સરકાર દ્વારા વિવિધ ભરતીઓની જાહેરાત કરવામાં આવતી હોય છે ત્યારે સરકારની આ જાહેરાતનો ગઠીયાઓ ઉપયોગ કરીને લોકોને નોકરીની લાલચ આપી તગડી કમાઈ કરી લેતાં હોય છે. ગાંધીનગર શહેરમાં પણ ગીફટ સીટીના એડમીનીસ્ટ્રેટરની ઓળખ આપી એપ્લીકેશનની મદદથી ગીફટ કંપનીનો આઈડેન્ટી નંબર અને વેબસાઈટનો ઉપયોગ કરી સરકારી યોજનાઓમાં નોકરી આપવાની લાલચ આપી ગઠીયો કળા કરતો હોવાની જાણ ગાંધીનગર સાયબર સેલને કરવામાં આવી હતી. જે સંદર્ભે સાયબર પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. જેના પગલે પોલીસ ઈન્સ્પેકટર તરલ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવતાં પીએસઆઈ ડી.ડી.રહેવર, પીએસઆઈ એન.બી.ચોૈધરી અને અન્ય સ્ટાફ દ્વારા આ ગઠીયાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેથી બાતમીના પગલે મહેન્દ્રસિંહ ગુલાબસિંહ પરમાર રહે. એ/૧૬ આવકાર એવન્યુ ફલેટ ઓઢવ અમદાવાદને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે સંજય સીંગાનીયાની ઓળખ પણ લોકોને આપતો હતો અને વર્ષ ર૦૧૯ની વાયબ્રન્ટ સમિટમાં ગીફટ સોલાર પ્રોજેકટ અને મહિસાગર રીવરફ્રન્ટ પાર્કના નામથી હાજર પણ રહયો હતો. તેની સામે પંચમહાલના શહેરા પોલીસ મથકમાં ઈ-ગ્રામ અંતર્ગત કોમ્પ્યુટર ઓપરેટરોની નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડીનો ગુનો પણ નોંધાયો હતો. હાલ તેની પુછપરછમાં છેતરપીંડીના વધુ ગુના ઉકેલાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. 

(5:15 pm IST)
  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST