Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સુરતમાં ડિપ્રેશનના કારણોસર પુણામાં રહેતા યુવાને બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવતા મોતને ભેટ્યો

સુરત: શહેરમાં ડિપ્રેશનને લીધે શુક્રવારે સવારે પૂણામા રહેતા યુવાનને કાપોદ્રા ઉત્રાણ બ્રિજ પરથી નદીમાંથી ઝંપલાવ્યું આવ્યું હતું. જોકે આજે સવારે નદીમાંથી તેની મળી આવેલી લાશની ફાયર બ્રિગેડે બહાર કાઢી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પૂણા ખાતે વલ્લભ નગરમાં રહેતો 25 વર્ષ ગુલાબ પાટીલ શુક્રવારે સવારે યોગાના ક્લાસમાં ગયો હતો ત્યાંથી ઘરે આવ્યા બાદ ટિફિન લઈને કામ અર્થે જવાનું કહીને બાઈક પર નીકળ્યો હતો બાદમાં તેણે કાપોદ્રા ઉત્રાણ બ્રિજ પર તેણે સાઈડમાં બાઈક પાર્ક કરી હતી અને બાઇક પાસે મોબાઈલ અને ટિફિન મૂકીને તે નદીમાં છલાંગ મારી હતી.

આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા ફાયર ઓફિસર ઉદયસિંહ ડાભી ફાયરજવાનો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા ત્યાં બોટમાં ફાયર જવાનોએ આઠ કલાક સુધી શોધખોળ આદરી હતી પણ ભાળ નહીં મળતા સાંજે ફાયરજવાનો પરત ગયા હતા.

(5:11 pm IST)