Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

વડોદરાના વાસણારોડ નજીક આઇપીએલ મેચ પર સટ્ટો રમતા પાંચ શખ્સોને પોલીસે લાખની રોકડ સાથે ઝડપ્યા

વડોદરા:આઈપીએલની મેચ પર સટ્ટો રમતા અને હારજીતનો હિસાબ કરતાં પાંચ જુગારીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. અને પાંચ મોબાઈલ ફોન સહિત ૧.૦૨ લાખ રૃપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાસણારોડ શીવમ ફલેટમાં શક્તિસિંહ વનરાજસિંહ રાણા નામનો શખ્સ મેચના સટ્ટાના રૃપિયા એડવાન્સમાં લેવા માટે બેઠો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. પી.સી.બી. પોલીસે આરોપીને ઝડપી પાડી રોકડા રૃપિયા ૨૨,૪૦૦ તથા મોબાઈલ ફોન મળીને કુલ રૃપિયા ૬૨,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માંજલપુર દરબાર ચોકડી પાસે વિજય સેલ્સ સામે કંપાઉન્ડમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ૧. ધર્મેન્દ્ર ઉર્ફે ધમો દેસાઈભાઈ રબારી (રહે. શ્રીનાથદીપ સોસાયટી , વાઘોડિયા રોડ) (૨)  પ્રશાંત બનવારીલાલ શર્મા (રહે. રામવાટિકા , સનફાર્મા રોડ   મૂળ રહે. એમ.પી.) ૩. રાઘવ વિમલભાઈ શર્મા  ૪. અવિનાશ રામનુજભાઈ શર્મા (બંને રહે. સનસિટિ એજોરિકા માંજલપુર)ને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે.

(5:09 pm IST)