Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

વડોદરાના કોઠી રોડ નજીક શો રૂમમાં પિતા-પુત્રીની ધમાલ:સીસીટીવી કેમેરા તોડી નાખતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના અકોટા પુરૂષોત્તમ નગરમાં રહેતા દિનેશભાઇ ઠક્કરનો ઇલેક્ટ્રોનિક્સનો શો રૂમ કોઠી ચાર રસ્તા પાસે આવેલો છે. કોઠી સમીર બિલ્ડીંગમાં આવેલી દુકાન દિનેશભાઇએ ખરીદી હતી. તે દુકાનની માલિકી બાબતે દિનેશભાઈ અને આજવા રોડની જનકલ્યાણ સોસાયટીમાં રહેતા મનુભાઈ ગિરધર નાગર વચ્ચે કોર્ટ કેસ ચાલે છે.

ગત 18મી તારીખે મનુભાઈ તેમની પુત્રી તથા તેમનો યુવક તેમના શો રૂમ પર આવ્યા હતા અને આ જગ્યા અમારી છે. દુકાન ખાલી કરી દો તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. મનુભાઈની પુત્રીએ સ્ટાફને એવી ધમકી આપી હતી કે તમે ફરિયાદ કરશો તો તમને જાતીય સતામણીના તથા ચોરીના કેસમાં ફસાવી દઈશ.

મનુભાઈએ એવી પણ ધમકી આપી હતી કે હમણાં જ ડીસીબી ઓફિસમાં મળીને આવ્યો છું તમારાથી થાય તે કરી લો તેમજ આ લોકોએ દુકાનની બહાર દરવાજા પર લગાડેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે 18મી ઓક્ટોબરના બનાવ અંગે અઠવાડિયા પછી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(5:07 pm IST)