Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓને દિવાળીની ભેટઃ વણ વપરાયેલ રજાઓનો પૂરો પગાર રોકડમાં જમા કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારનાં ફિક્સ પગારદાર કર્મીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકારનાં ફિક્સ પગારદાર કર્મીઓની વણવાપરેલી રજાનો પુરો પગાર રોકડમાં જમા કરવામાં આવશે. એટલે કે જમા થયેલી રજાનો કર્મચારીઓને પગાર રોકડ રકમમાં મળશે. એટલું જ નહીં, વણવપરાયેલી રજાઓને 5 વર્ષ બાદ આગળ લઈ જવાશે. હિસાબ અને તિજોરી નિયામક કચેરીના પરિપત્રએ તાજેતરમાં જ રાજ્ય સરકારનાં ફિક્સ પગારદાર કર્મીઓની દિવાળી સુધારી દીધી છે.

રાજ્ય સરકારમાં પાંચ વર્ષ ફિક્સ પગાર હેઠળ નોકરી કરતા કર્મચારીઓને લઇ ખુશખબર સામે આવી છે. જે કર્મચારીઓની ફિક્સ પગારમાં મળતી મેડિકલ રજાઓ વપરાયેલી ના હોય તે રજાઓ પુરો પગાર થયા પછી જમા થશે. સાથે જ ફિક્સ પગારનાં પાંચ વર્ષ બાદ પણ આ રજાઓ આગળ લઇ જઈ શકાશે. આ મામલે હિસાબ અને તિજોરી નિયામક કચેરીએ આ સ્પષ્ટતા કરતો પરિપત્ર પણ જાહેર કર્યો છે.

(5:03 pm IST)