Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

અમદાવાદની 64.50 ટકા બિલ્ડીંગમાં ફાયર NOC જ નથી :મહાનગરોમાં ફાયરસેફટીનો ચોંકાવનારો ચિતાર

જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો

અમદાવાદ: ગુજરાતમાં ફાયર સેફ્ટીના યોગ્ય અમલીકરણની માગણી કરતી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં બહાર આવ્યું છે કે રાજ્યના આઠેય મહાનગર પાલિકા વિસ્તારોમાં સંખ્યાબંધ ઇમારતો અને બાંધકામો ફાયર એન.ઓ.સી. વગરના છે. જેમાં સૌથી વધુ ઇમારતો અમદાવાદ અને સુરતમાં છે. આ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે અમદાવાદની ૨૯,૩૨૨ ઇમારતોમાંથી ૧૮,૯૧૩ ઇમારતો અને સુરતની ૧૭,૮૫૩ ઇમારતોમાંથી ૭૨૭૯ ઇમારતો પાસે ફાયર એન.ઓ.સી. નથી.

 

રાજ્ય સરકારના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદ અને સુરતમાં હજારો એવી ઇમારતો છે જેમની પાસે ફાયર એન.ઓ.સી. નથી અથવા તેમણે એન.ઓ.સી. રિન્યુ કરાવી નથી. અમદાવાદ સુરત સહિતના ગુજરાતના આઠેય મહાનગરપાલિકા વિસ્તારોની પરિસ્થિતિઓનો અહેવાલ પણ આ રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં ૫૮૭, જામનગરમાં ૨૨૧, જૂનાગઢમાં ૧૩૨, ભાવનગરમાં ૭૦ અને વડોદરામાં ૬૮ બિલ્ડીંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી.

 

રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગત ત્રીજી ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ મનપાને ફાય એક્ટ હેઠળ આવરી લેતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત આ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનનેફાયર રિજીયલન જાહે કરી તેમના હેડક્વાર્ટર અને ડેઝિગ્ટેનેટેડ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જે અંતર્ગત હાલ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ૯૯ ફાયર મેન આઠ સ્ટ્રેચર બેરર્સની નિમણૂકની જાહેરાત બહાર પાડી છે અને ફાયર વિભાગની ખાલી જગ્યાઓ ભરવા અંગેની સૂચના પણ આ મહાપાલિકાઓને આપવામાં આવી છે.

(12:46 pm IST)