Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

અમદાવાદ:'મારે તમારી દીકરી સાથે લગ્ન કરવાછે', માતાએ ના પડતાં બે યુવકોએ પિતાને માર માર્યો

આસપાસના લોકોએ છોડાવી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડ્યા

અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવાની માંગણી કરનાર બે ભાઈઓને ઠપકો આપતા તેની અદાવત રાખી બંન્ને ભાઈઓએ ફરિયાદીને માર મારતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

 

  શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે, શુક્રવારે બપોરે બારેક વાગ્યાની આસપાસ ફરિયાદીનાં પત્ની ચાલીનાં નાકેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેના ઘરની નજીક રહેતા રાહુલ પ્રજાપતિ અને દીપક પ્રજાપતિ ત્યાં બેઠા હતા. દીપકે ફરિયાદીની પત્નીને કહ્યું હતું કે, મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. જેથી ફરિયાદીની પત્ની એ તેઓને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને રાત્રિનાં નવ વાગ્યાની આસપાસ ફરિયાદી તેમની પત્ની અને સગા સાથે ઘરની બહાર બેઠા હતા તે સમયે આ બંન્ને ભાઈઓ ત્યાં આવ્યા હતા. અને બીભત્સ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.

જોકે, ફરિયાદી એ તેઓને આમ ના કરવા માટે જણાવતા જ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને માર માર્યો હતો. રાહુલ નામના આરોપીએ ફરિયાદીને મોઢાનાં ભાગે તેમજ આંખનાં ભાગે ફેંટો મારતા તેઓને લોહી નીકળવા લાગ્યુ હતું. આસપાસનાં લોકોએ એકઠા થઈને તેઓને વધુ મારમાંથી છોડવી ને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.
હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

(11:24 am IST)
  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • મુંબઇથી હનીમૂન માટે કતાર ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા :૧૦ વર્ષની થઇ જેલઃ નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB) રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે access_time 11:25 am IST