Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રાજ્યમાં ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ : અસહ્ય ઉકળાટથી લોકોને થોડી રાહત

હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો થશે : ગાત્રો થિજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં 138 કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ વરસાત ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પણ હવે છેલ્લા બે ત્રણ દિવસથી મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેના કારણે ઉકળાટથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે.

 

  અરબી સમુદ્રમાં સર્જાયેલ સાઇક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય ગુજરાતના અન્ય ભાગમાં પણ હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.
  છેલ્લા ઘણાં દિવસથી વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો હતો. જોકે બે ત્રણ દિવસથી ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે જેના કારણે અસહ્ય ઉકળાટથી લોકોને થોડી રાહત મળી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો જોવા મળશે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડી માટે શહેરીજનોએ તૈયાર રહેવું પડશે. લઘુતમ તાપમાનનો પારો પણ થોડા દિવસોમાં જ ગગડશે

(10:43 am IST)