Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

હારીજ-ધાનેરા રોડ પર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન 169 વિદેશી દારૂની બોટલ ઝડપી: યોગ્ય કાર્યવાહી હાથ ધરી

હારીજ:ધાનેરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન થાવર આરટીઓ પાસેથી શંકાસ્પદ ગાડી જણાતા તેને રોકવાની કોશિશ કરતા આરોપી ચાલકે સીલ્વર કલરની મારુતિ સુઝુકી ગાડી ભગાડી મુકી ધાનેરા ભીલવાસમાં મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી 67,600નો વિદેશી દારૃ સાથે ચાલક ભાગી છુટેલ હોઈ તપાસ શરૃ કરી હતી.

ટુંકી હકીકત એવી છે કે ધાનેરા પીએસઆઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં થાવર આરટીઓ ચેકપોસ્ટ ઉપર હતા તે દરમિયાન સીલ્વર કલરની સુઝુકી એસ્ટીમ ગાડી આવતા તેને રોકવાની કોશિશ કરતા ઉભી ન રાખી ગાડી ભગાડી મુકતાં પોલીસે ફિલ્મીઢબે પીછો કરતાં આરોપીએ ગાડી ધાનેરા ધાખા દરવાજાથી લઈ ભીલવાસમાં ભગાડી મુકી નાસી છુટયો હતો. જે પોલીસે ગાડીની તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૃની છુટી બોટલ નંગ 169 કિં. રૃા. 67,600 તથા એક લાખની ગાડી, મોબાઈલ નંગ 1 કિં. રૃા. 2000 મળી કુલ મુદ્દામાલ રૃા. 1,69,600નો પકડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:08 pm IST)