Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ગુલાબી ઠંડીની સાથે સાથે શાકભાજીના ભાવ પણ ઘટયા

જો કે કોથમીર, આદું અને મરચાનો ભાવ હજુ પણ વધારે

અમદાવાદ તા. ર૪ :.. છેલ્લા કેટલાય સમયથી આસમાને ગયેલા મોંઘાંદાટ શાકભાજીના ભાવો હવે સસ્તા થતાં ગૃહિણીઓ ખુશ છે. ગત અઠવાડીયે ટામેટાંના ભાવ અને સફરજનના ભાવ બંને એક સરખા થઇ ગયા હતાં. જે ઘટીને હવે રૂ. ૪૦ થી ૬૦ થઇ ગયા છે, જયારે રીંગણનો હોલસેલ ભાવ હરાજીમાં રૂ. પ ના કિલો થયો છે નાસિકના બજારમાંથી નવા શાકભાજીની આવક થતાં તમામના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

અન્ય શાકભાજીના ભાવ પણ રૂ. ૪૦ થી ૬૦ ની માત્રામાં કિલોના ભાવે વેચાણ થઇ રહ્યા છે, જો કે કોથમીર આદુ અને મરચાનાં ભાવ હજુ પણ વધારે છે. આદુનો ભાવ રૂ. ૧પ૦ પ્રતિ કિલો છે, જયારે મરચા રૂ. ૧૦૦ ના કિલો વેચાઇ રહ્યા છે કોથમીરની એક ઝૂડી જે રૂ. દસ આસપાસ વેચાતી હતી તે હાલમાં રૂ. ૩૦ ના ભાવે વેચાઇ રહી છે, મેથી, લીલી તુવેર, લીલા વટાણા, વાલોર, પાપડી ઉપરાંત શિયાળુ શાક જેવાં કે મુળા, મોગરી, શકરિયાના ભાવ નવી આવકના કારણે રૂ. ૬૦ થી ૮૦ કિલોના ભાવે મળતાં થયા છે. હાલ બજારમાં શાકભાજીની આવક સારી છે જેને લીધે ભાવ ઊતર્યા છે. શહેરોમાં હોલસેલ માર્કેટ ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી પણ શાકભાજી મોટી માત્રામાં આવી રહ્યા છે. જથ્થાબંધ વેપારી અને છૂટક શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું કે, હજુ ૧૦ થી ૧પ દિવસના ભાવમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળશે.

શાકભાજીના ભાવ

રીંગણા કિલો

રૂ. ૧૦-ર૦

બટાકા કિલો

રૂ. ૧પ-ર૦

વટાણા કિલો

રૂ. પ૦-૬૦

ટામેટાં કિલો

રૂ. ૪૦-૬૦

ગાજર કિલો

રૂ. ૩૦-૪૦

ભીંડા કિલો

રૂ. રર-૩૦

દૂધી કિલો

રૂ. ર૦-૩૦)

(3:54 pm IST)