Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

વડોદરામાં વોર્ડ નં-13ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત : હવે સંખ્યાબળ 59 થયું

ભાજપાના ઉમેદવાર ગોપાલ ગોહિલનો 1636 મતે વિજય

વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર ગોપાલ ગોહિલનો 1636 મતે વિજય થયો છે. વોર્ડમાં પાણીનો સળગતો પ્રશ્ન હોવા છતાં કોંગ્રેસ બેઠક સાચવી શક્યું ન હતું.

 વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નંબર-13ની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. ભાજપાના ઉમેદવાર ગોપાલ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ ઠાકોર વચ્ચે સીધી જંગ હતો.

 આજે સવારે 8 વાગે બરાડો હાઇસ્કૂલ (બગીખાના) ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. મતગણતરીના અંતે ભાજપાના ઉમેદવાર ગોપાલ ગોહિલને 8730 મત અને કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ ઠાકોરને 7094 મત મળ્યા હતા. જેમાં ભાજપાના ઉમેદવારનો 1636 મતે ભવ્ય વિજય થયો હતો.

(12:31 pm IST)