Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમદાવાદના ચાંદખેડાના અપહૃત જગદીશ ચુનારાને ક્રાઇમ બ્રાન્ચે છોડાવ્યા :10 લાખની માંગી હતી ખંડણી :ત્રણ આરોપીની ધરપકડ

જગદીશભાઈના પુત્રે ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી 10 લાખ લીધા હતા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગઈકાલે જગદીશભાઇ ચૂનારાનું અપહરણ થયું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં અપહરણકર્તાઓની ચૂંગલમાંથી મુક્ત કરાવ્યા છે અપહરણકારોએ 10 લાખની ખંડણી માંગી હતી. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ અપહરણકારો સંજય ચુનારા, સંજય ઠાકોર અને ઉપેન્દ્ર ચુનારાની ધરપકડ ભાડજ સર્કલ નજીકથી કરી હતી.

    આ અંગે જાણવા મળતી વિગત મુજબ થોડાક મહિનાઓ અગાઉ સંદીપ ચુનારા કે જે જગદીશ ચુનારાનો પુત્ર છે તેણે એક ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી  દસ લાખ લીધા હતા. જેના અનુસંધાને સંદીપ ચુનારાના પિતા જગદીશ ચુનારાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી ગોંધી રાખી માર મારવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સંજય ચુનારા નામના આરોપીએ રૂપિયા કઢાવી આપવાની બાંહેધરી આપી હતી.

(11:43 pm IST)