Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પારૂલ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની લાશ રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી મળી

કેનાલ નજીક બાઈક મળતા તર્કવિતર્ક :પૂર્વ પતિ લાપતા

વડોદરા :વડોદરાની પારુલ યુનિવર્સિટીની નર્સિંગની વિદ્યાર્થિનીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવી છે. વિદ્યાર્થિનીનો પૂર્વ પતિ પણ હજુ લાપતા છે. કેનાલ નજીકથી બાઇક મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે

  જાણવા મળતી વિગત મુજબ . મૂળ ક્વાંટની રહેવાસી વર્ષા દિનેશભાઇ તડવીએ અઢી વર્ષ પહેલાં અજય નાનાભાઇ કહાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. એક વર્ષ પહેલાં બંનેએ છૂટાછેડા લીધા હતા.

(9:09 pm IST)