Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વડોદરામાં ગર્ભમાં છોકરી હોવાની જાણ થતા નરાધમ સાસરિયાએ પરિણાને ગર્ભપાત કરાવવા મજબુર કરતા અરેરાટી

વડોદરા:પરિણીતાને પ્રેગ્નન્સી દરમિયાન હોસ્પિટલમાં તપાસ કરાવતા ગર્ભમાં છોકરી હોવાનું જણાઈ આવતાં પતિ તથા અન્ય સાસરી પક્ષવાળાએ ભેગા થઈને પરિણીતાને ગર્ભપાત કરાવી દીધો હતો. સાસરી પક્ષના ત્રાસથી કંટાળીને છેવટે પરિણીતાએ જવાહરનગર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્રના થાણેની યુવતી સાધનાના લગ્ન કરોડિયા બાજવા રોડ પરની અંજલેશ્વરી સોસાયટીમાં રહેતા સૂરજ બાલકિશન ગુપ્તા સાથે થયા હતા. લગ્ન પછી સાધના સંયુક્ત પરિવારમાં સસરા બાલકિશન ગુપ્તા, સાસુ શાંતિબેન , દિયેર વાસુદેવ ગુપ્તા, નણંદ લક્ષ્મીબેન તથા નણંદોઈ આદિત્ય ગુપ્તા સાથે રહેવા ગઈ હતી. યુવતીને સગાઈ તથા લગ્નમાં પિયરમાંથી યથાશક્તિ કરિયાવર આપ્યુ હતુ. આમ છતાંયે દહેજ પેટે રૃપિયા દશ લાખની સતત માંગણી કરીને પરિણીતા પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.

(5:11 pm IST)