Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વડોદરા મનપાએ ગેરકાયદે પાણીના જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી: 350થી વધુ કનેક્શનો કાપી દંડ વસૂલાયો

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ગેરકાયદે પાણીના જોડાણો કાપવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૫૦ થી વધુ કનેકશનો કાપીને રૃા.૭.૬૩ લાખથી વધુ રકમનો દંડ વસૂલ કર્યો છે. કોર્પોરેશન કનેકશનો કાપવાની ઝુંબેશ વધુ વેગવંતી બનાવવા માગે છે

સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલે આજરોજ શહેરના ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનરો અને પાણી પુરવઠાના અધિકારી સાથે સાથે મીટિંગ કરી હતી. અને તેમણે રોજ વધુને વધુ કનેકશનો કાપવા સૂચના આપી રોજનો એક લક્ષ્યાંક નક્કી કરીને જરૃર પડયે વધુ સ્ટાફની મદદ લેવા તાકીદ કરી હતી. આમ, બુધવારથી કનેક્શનો કાપવાની સંખ્યામાં વધારો જોવા મળશે.

(5:11 pm IST)