Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વિજાપુરના કોટડીમાં પ્રેમ પ્રકરણના કેસમાં યુવાનની ક્રૂરતા પૂર્વક હત્યા: અદાલતે બે આરોપીને આજીવન કેદની સજાની સુનવણી કરી

વિજાપુર: તાલુકાના કોટડી ગામમાં સવા વર્ષ અગાઉ પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવાનની ક્રુરતાપૂર્વક હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને મંગળવારે મહેસાણા સેશન્સ કોર્ટે કસુરવાર ઠેરવ્યા હતા. બંને દોષિતોને અદાલતે આજીવન કેદની સજા અને રૃ.૧૦ હજારના દંડનો હુકમ તેમજ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.

વિજાપુર તાલુકાના કોટડી ગામમાં રહેતા ડાહ્યાજી સોમાજી ઠાકોરનો ર૧ વર્ષીય દિકરો મુકેશજી ગત તા.ર૭/૦૭/ર૦૧૭ ના રોજ ગુમ થયો હતો. અને બીજા દિવસે કણભા ફાટક પાસે હાથ કપાયેલી હાલતમાં મુકેશની લાશ મળી હતી.

કોઈ અજાણ્યા શખ્સોેએ તેની ક્રુરતાપૂર્વક હત્યા કરી લાશને રેલવેના પાટા પર ફેકી ભાગી છુટયા હોવાનુ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

(5:08 pm IST)