Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઈડરના ચાપડામા નજીવી બાબતે ઝઘડો: એક શખ્સ પર ધારિયાથી જીવલેણ હુમલો થતા અરેરાટી

ઇડર:ના ચાંડપમાં કુતરાને ગાળો બોલવા બાબતે મામલો બિચકતાં પાંચ શખ્સોએ મળી 'ગાળો કેમ બોલે છેતેમ કહીં એક વ્યકિત પર ધારીયા તથા લાકડીથી જીવલેણ હુમલો કરતાં આ વ્યકિતને સારવાર માટે ખસેડાયો છે. આ ઘટના અંગે પોલીસે રાયોટીંગ તથા જાનથી મારી નાખવાને ઇરાદે હુમલો કર્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

ઇડર પોલીસમાં ચાંડપ ગામના કનુસિંહ પ્રતાપસિંહ ડાભીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર સોમવારે સાંજના સુમારે તેઓને કુતરા હેરાન કરતા હોવાથી કુતરાઓને ગાળો બોલી હતી.

જેને પગલે ગામના જ (૧) સવસિંહ હલસિંહ ૨) શેતાનસિંહ સવસિંહ ૩) નરેશસિંહ સવસિંહ ૪) સોમસિંહ હલસિંહ તથા ૫) અરવિંદસિંહ સોમસિંહે મળી એક સંપ થઈમંડળી બનાવી ધારીયુ તથા લાકડી જેવા હથિયાર ધારણ કરી 'ગાળો કેમ બોલે છેતેમ કહીં ફરિયાદીના આંગણામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.

(5:07 pm IST)