Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઈડરના વીરપુરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાનના ત્રાસથી કંટાળી યુવતીએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

ઇડર:ના વિરપુરમાં યુવતિ સાથે પરાણે પ્રિત કરવાની કોશીષ કરનાર યુવકની હરકતથી વ્યથિત થઈયુવતિએ એસીડ ગટગટાવી લેતાં,મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે યુવક વિરૃધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

વિરપુર ગામે રહેતા તેજસ રમેશભાઈ પરમાર નામના યુવકે ગત તા.૧૫ની રાત્રે ગામની જ એક યુવતિનો હાથ પકડી લઈ કહ્યું હતું કે 'તું મારી સાથે બોલ,' જો તુ મારી સાથે નહીં બોલે તોતારા જ્યાં પણ લગ્ન થશે તે છોકરાને તારી બધી ખોટી વાતો ઉડાવી બદનામ કરી નાખીશ. આ સાથે જ યુવકે યુવતિને બાથભરી આબરૃ લેવાની કોશીષ કરી હતી.

યુવકની આ હરકતથી વ્યથિત થયેલી યુવતિને મનમાં લાગી આવતાંઘરે જઈ ટોયલેટમાં પડેલું એસીડ ગટગટાવી લીધું હતું.

બાદમાં આ ઘટના અંગે યુવતિએ પરિવારજનોને જાણ કરતાંપરિવારે ફરિયાદ નોંધાવવા હિંમત આપી હતી. જેને પગલે સ્વસ્થ થયા બાદ યુવતિએ જાદર પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા. પોલીસે યુવક વિરૃધ્ધ ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:07 pm IST)