Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

બોરસદના કિંખલોડમાં તસ્કરોએ ત્રણ દુકાનના શટર તોડી અડધા લાખની મતાની ચોરી કરતા ગુનો દાખલ

બોરસદ: તાલુકાના કીંખલોડ ચોકડીએ આવેલા કોમ્પલેક્ષની ત્રણ જેટલી દુકાનોના શટરો તોડીને તસ્કરો અડધા લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ભાદરણ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજકુમાર લ-મણભાઈ તૈલીએ કીંખલોડ ચોકડીએ શનશ્વર નામનું કોમ્પલેક્ષ બનાવ્યું છે અને તેમાં વાસણની દુકાન શરૂ કરી છે. ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તેમની દુકાનનું શટર તોડી નાંખીને ઊંચુ કરી અંદર ઘુસીને રોકડા તેમજ વાસણોની ચોરી કરી લીઘી હતી. ત્યારબાદ કાંધરોટીના જયેશભાઈ કનુભાઈ ડોડિયાની ઓમ ટ્રેડીંગથી ચાલતી અનાજ કરિયાણાની દુકાનનું પણ શટર તોડીને રોકડા તેમજ અનાજ મળીને કુલ ૪૬૫૪૦ની મત્તા ચોરી લીઘી હતી. તસ્કરોએ હીરો હોન્ડા શોરૂમના પણ શટર તોડીને ચોરી કરવાની કોશિષ કરી હતી પરંતુ તેમાંથી કશુંય મળ્યુ નહોતુ. 

સવારે જ્યારે જયેશભાઈ પોતાની દુકાને આવતા શટરો ઊંચા જોયા હતા અને અંદરનો બધો સામાન વેરવિખેર હાલતમાં હોય તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. જેથી તુરંત જ ભાદરણ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ હાથ ઘરી છે

(5:03 pm IST)