Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ખેડામાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવોમાં પાંચને ગંભીર ઇજા

ખેડા:જિલ્લામાં મહોળેલ પીજ રામોલ ચોકડી તેમજ ઢુણાદરા નજીક અકસ્માત સર્જાયો હતો. આ ત્રણ અક્સ્માતમાં પાંચ જણાંને ઈજા થઈ હતી. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં રહેતા નેન્સીબેન સુનીલભાઈ વણકરનો દિકરો બ્રિજેશ ગઈકાલે બપોરે ઘર આગળ રસ્તા પરથી ચાલતા જતો હતો ત્યારે પૂરઝડપે હંકારી આવેલ મોટર સાયકલ નં. જીજે - ૦૭ સીઈ-૨૩૧૨ એ ટક્કર મારતા બ્રિજેશ (ઉ.વ.૫)ને જમણા પગે ફ્રેક્ચર તથા માથામાં કાન ઉપર ઈજા થઈ હતી જ્યારે બાઈક પાછળ બેઠેલા ચંદુભાઈને ઈજા થઈ હતી. 

બીજા બનાવમાં વસો પટેલ પોળમાં રહેતા કિશનભાઈ પ્રકાશભાઈ ઠક્કર તા.૨૧-૧૦-૧૮ની રાત્રે એક્ટીવા નં. જીજે -૦૭ સીએમ-૦૧૩૨ ઉપર નીકીતાબેનને બેસાડી પીજ રોડ ઉપર થઈ હતો ત્યારે પીજ-રામોલ ચોકડી નજીક પૂરઝડપે હંકારી આવેલ મારૂતીકાર નં. જીજે-૦૭ બીઆર-૬૦૬૦ એક્ટીવાને ટક્કર મારતા કિશનભાઈ ઠક્કર (ઉં.વ.૨૯)ને ડાબા પગે તથા જમણા પગે ઈજા થઈ હતી જ્યારે પાછળ બેઠેલા નીકીતાબેનને ડાબી બાજુ કમરના ભાગે તથા ડાબા પગ તેમજ જમણા હાથે ઈજા થઈ હતી. અકસ્માતનો ત્રીજો બનાવ ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે થયો હતો. જેમાં સંજયકુમાર રામ આધાર યાદવ ગત તા.૮-૧૦-૧૮ની રાત્રે રોડ ઉપરથી ફરવા જઈ રહ્યાં હતા ત્યારે મોટર સાયકલ નં. જીજે-૨૩ બીપી-૬૬૭૩એ એકદમ બ્રેક મારતા સંજયકુમાર યાદવને રોડ ઉપર પાડી દેતા ઈજા થઈ હતી.

(5:02 pm IST)