Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

એરટેલે ગુજરાતમાં તેના પ્રી-પેઇડ ગ્રાહકો માટે નવા સરળ કોમ્બો રિચાર્જ પેક રજૂ કર્યા

કોમ્બો પેક ગ્રાહકો માટે એક જ રિચાર્જમાં ડેટા, ટોક ટાઇમ અને વેલિડિટીની સરળ અને સાનુ કૂળ ઓફર કરે છે

મુંબઇ તા. ૨૪ : ભારતની અગ્રણી મોબાઈલ ઓપરેટર ભારતી એરટેલ (એરટેલ)એ આજે સરળ કોમ્બો પ્રી-પેઈડ રિચાર્જ પેકની નવી રેન્જ રજૂ કરી છે, જે ગુજરાતમાં તેના પ્રી-પેઈડ ગ્રાહકો માટે સાનુકૂળતામાં ઉમેરો કરશે. પ્રી-પેઈડ ગ્રાહકો હવે ડેટા, ટોકટાઈમ અને વેલિડિટી એક સાથે મેળવી શકશે અને તે પણ સૌથી લોકપ્રિય અને પરવડે તેવી રકમે. ગ્રાહકો રૂ. ૩૫, રૂ. ૬૫, રૂ. ૯૫, રૂ. ૧૪૫ અને રૂ. ૨૪૫ની વ્યાપક રેન્જમાં રિચાર્જ કરાવી શકશે.

નવા પેકસ ગ્રાહકો પાસેથી મળેલા ફીડબેક અને વ્યાપક સંશોધનના આધારે તૈયાર કરાયા છે. આ ફીડબેક દર્શાવે છે કે અલગ અલગ રિચાર્જ કરાવવાના બદલે એક જ પેકમાં ટોક ટાઈમ, ટેરીફ અને ડેટાનું રિચાર્જ ગ્રાહકોને વધુ સાનુકૂળતા આપે છે.

આ જાહેરાત અંગે ટીપ્પણી કરતાં ભારતી એરટેલના ગુજરાતના ચીફ એકિઝકયુટિવ ઓફિસર કે. સી. નરેન્દ્રને જણાવ્યું હતું કે, 'અમે સતત અમારા ગ્રાહકોને સાંભળી રહ્યા છીએ અને રોમાંચક નવીન અને પ્રક્રિયાને નવેસરથી તૈયાર કરીને ગ્રાહકોને વધુ સારો અનુભવ મળે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. આ ક્રાંતિકારી પ્રી-પેઈડ પેક ખરા અર્થમાં ગ્રાહકોના અનુભવને સરળ બનાવવા તૈયાર કરાયું છે અને તે તેમને મહત્તમ મૂલ્ય ઓફર કરે છે. ભારતના શ્રેષ્ઠ મોબાઈલ નેટવર્ક પર ગ્રાહકોને વૈશ્વિક સ્તરની સેવા આપવાની સાથે અમારા પ્રયાસો ચાલતા રહેશે.'(૨૧.૨૦)

(3:48 pm IST)