Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી યુપી-બિહાર જેવીઃ અમિત ચાવડાનો આક્રોશ

ખુલ્લેઆમ હત્યા, ચોરી, લૂંટ, બાળાઓના અપહરણ દુષ્કર્મની ઘટના

રાજકોટ તા. ર૪ : કચ્છના છાસરામાં ૬ લોકોની હત્યા અને મહુવામાં વી.એચ.પી.ના પ્રમુખની હત્યા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું છે કે ગાંધી-સરદારના શાંતિપ્રીય ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને અત્યારે રાજયમાં કાયદો-વ્યવસ્થાની પસ્િસ્થિતિ યુપી-બિહાર જેવી થઇ ગઇ છે.

અમીત ચાવડાએ વધુમાં કહ્યું કે ખુલ્લેઆમ ખૂન, ચોરી, લૂંટ સામાન્ય બાબત, નાની બાળકીઓના અપહરણ અને દુષકર્મ અને થઇ રહ્યા છે. આવા સમયે સરકાર ઉત્સવો અને મહોત્સવમાં વ્યસ્ત કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સરકાર નિષ્ફળ ગઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, જે સરદાર રપ વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે. તેમના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બહાને સરકાર અને ભાજપ રાજનીતી કરી રહ્યા છે.

રાજયમાં અસરગ્રસ્ત વિસ્તારોની જાહેરાત મુદ્દે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જાહેરાતો કરવાથી કામ નથી થઇ જતું. અછત મેન્યુઅલ મુજબ તાત્કાલીક કામ અનેકાર્યો થવા જોઇએ.  રાહતકાર્યો, રાહત કેમ્પ પીવાનું પાણી અને નર્મદાનું પાણી ખેડુતો સુધી પહોંચે તેવા યુદ્ધના ધોરણે કામ થવા જોઇએ. સરકારને વિનંતંી કે અછત મુદ્દે કોઇ રાજનીતી ન હોય.(૬.૧૮)

(3:48 pm IST)