Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમદાવાદની લઘુમતી ખાનગી શાળાઓના દરજ્જા અને લાભ આપવા તંત્રની કવાયત

તમામ લઘુમતી શાળાઓને યોગ્ય પ્રમાણપત્ર અને પુરાવા રજૂ કરવા ફરમાન

અમદાવાદમાં શહેરની લઘુમતી ખાનગી શાળાઓના દરજ્જા અને લાભો આપવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી લઘુમતી શાળાઓને યોગ્ય પ્રમાણપત્ર તેમજ પુરાવા રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 10 તારીખે ચકાસણી થઈ હતી. જો કે કેટલાક વહીવટી પ્રશ્નો ઉભા થતા ફરી ચકાસણી કરવામાં આવશે. રાયખડ ખાતેની સ્કુલમાં 100થી વધુ લઘુમતી સ્કૂલોનાં સંચાલકોને હાજર રહેવાના આદેશ આપવામાં આપ્યા છે.

-- 

(11:04 pm IST)