Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સરદાર સરોવર નર્મદા યોજનાનાં અસરગ્રસ્ત પીડિતો કેવડિયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર ઉતરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના નર્મદા યોજના સરદાર સરોવર નર્મદા લોકો આગામી તારીખ 10/10/2022 ના રોજ કેવડીયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર બેસીને ઘરના પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેઓએ માંગ કરી છે કે સરકારના પરિપત્ર સરકારી નોકરી આપવી / ત્રણ રાજ્યની સરખી પોલીસ ગણી કટ ઓફ ડેટ ગણવી / સંયુક્ત ખાતામાં રહી ગયેલા સભ્યોને અસરગ્રસ્ત જાહેર કરવા ઉપરાંત વિવિધ માંગો કરવામાં આવી છે

સરદાર સરોવર નર્મદાના અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ અગાઉ પણ તેઓ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી કેવડિયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા ત્યારે સરકાર તરફથી અસરગ્રસ્તોની વિવિધ માંગણી ઓનો સ્વીકાર કરવામાં આવી હતી અને બે મહિનામાં કામગીરી ચાલુ કરશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું અને લીંબુ શરબત પીવડાવીને પ્રતિક ઉપવાસનું સમાધાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ઘણીવાર બેઠકો કરવામાં આવી પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં પ્રશ્નોનો કોઇ નિકાલ કરવામાં આવ્યો નથી જેથી આ પ્રશ્નોના નિકાલ માટે આગામી તારીખ 10/10/2022 ના રોજ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી કેવડિયા કોલોનીના પટાંગણમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના તમામ અસરગ્રસ્તો પ્રતિક ઉપવાસ પર ઉતરવાના છે અને કોઈ અધિકારીઓ અડચણરૃપ થશે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર ગાંધી ચીંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરવાની અસરગ્રસ્તોએ ચીમકી ઉચ્ચારી હતી

(10:37 pm IST)