Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં સર્વધર્મ સદભાવ યાત્રાનું આયોજન

વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ સદભાવ યાત્રામાં જોડાયા: વિશ્વની સુપ્રસિદ્ધ પાંચ સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા વિશ્વ શાંતિ અનેં ધૂન્ય રેલાવી

 અમદાવાદ :મણીનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજાઇ રહેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં આજે સર્વધર્મ સદભાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહીને સર્વધર્મ સદ્ભાવનો સંદેશો પ્રસરાવ્યો હતો.

  આ સદ્ભાવ યાત્રાને કાંકરિયા ગેટ નં. ૧ થી મણીનગર પરમપૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત યોજાયેલી સદભાવ યાત્રામાં સદભાવના , વ્યસન મુક્તિ, બેટી બચાવો- બેટી પઢાઓ, પર્યાવરણ જતન, સ્વચ્છતા જાગૃતિ જેવા સાજિક સંદેશાઓના પ્લેકાર્ડ દર્શાવાયા હતાં. આ સદ્ભાવ યાત્રાનું મુખ્ય આકર્ષણ વિના પ્રસિદ્ધિ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટી પાઇપ બેન્ડ, કેન્યા, લંડન, બોલ્ટન, યુકે, અમેરિકા, મણીનગર-મારત હતું. આ પાંચેય પાઇપ બેન્ડ દ્વારા વિશ્વશાંતિ અર્થે ધન્ય રેલાવી હતી. સદ્ભાવ યાત્રામાં અંદાજે સાઇઠ હજાર ઉપરાંતની હડેઠઠ મેદની હતી.

(8:20 pm IST)