Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નવરાત્રી શરૂ થતાં પીએમ મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ:5 દિવસની મુલાકાત દરમિયાન 12થી વધુ જનસભા સંબોધશે

29-30મીએ પીએમ મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો પ્રવાસ કરશે:10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે: અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે

અમદાવાદ :નવરાત્રી શરૂ થતાં જ વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ  શરૂ થઈ જશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે. જો વિગતે વાત કરીએ તો 29,30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધામા નાખશે. જેમાં 29-30 સપ્ટેમ્બરએ પીએમ  મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો  પ્રવાસ કરશે. 9 ઓક્ટોબરે મોડાસામાં  વડાપ્રધાનનો સંભવિત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. 10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે.આ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી પીએમ મોદી ભેટ આપશે.

(7:03 pm IST)