Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે ;ગુજરાતનાલોકો ભાજપ અને ભાજપના વિકાસની સાથે : ભૂપેન્દ્ર યાદવ

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે નર્મદા ખાતે ભાજપના જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

અમદાવાદ : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. ગુજરાતના લોકો ભાજપ અને ભાજપે કરેલા વિકાસની સાથે છે તેમ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે  નર્મદા ખાતે જણાવ્યું છે.  ગુજરાતમાં વિધાનસભા ચુંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપે પણ હાલ એકશન મોડમાં છે. જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત રાષ્ટ્રીય નેતાઓ પણ રાજ્યનું મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ વારંવાર રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. તેમજ પીએમ મોદી 30 સપ્ટેમ્બરના ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

(6:56 pm IST)