Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વિરમગામના આનંદ પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના આનંદ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ કાર્યક્રમ અને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની નેતાની પસંદગી કરી તેને વોટ આપી વિજેતા બનાવવાની સમગ્ર પ્રક્રિયા વોટ દ્વારા કરવામાં આવી હતી. શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગેના પોસ્ટર,શપુલિંગ બુથ અને મતદાન બુથ ઉભું  કરવામાં આવ્યું હતું

 . સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરેલું હતું. આ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ આપણી લોકશાહી મતદાન પદ્ધતિ વિશે જાણે અને સમજી શકે અને આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતાથી સમજી શકે તે માટે આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાની મેનેજમેન્ટ ટીમે માર્ગદર્શન પણ આપેલ હતું.

(6:32 pm IST)