Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વડોદરામાં ચૂંટણીના ઝઘડાની અદાવત રાખી બે પક્ષ વચ્ચે સશસ્ત્ર હુમલો કરવામાં આવતા ગુનો દાખલ

વડોદરા: ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવત રાખી બે પક્ષ વચ્ચે ગઇકાલે રાતે ધિંગાણું થયું હતું.જેમાં ચાર વ્યક્તિઓેને ઇજા થઇ હતી.જે અંગે બંને  પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

વડસર રોડ જી.આઇ.ડી.સી. કોલોની પાસે વિહળ નગરમાં રહેતો રિયાઝખાન ઇલ્યાસખાન પઠાણ ભંગારનો ધંધો કરે છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે નવ વાગ્યે હું મારૃં ગોડાઉન બંધ કરીને સ્કૂટર લઇને ઘરે જવા માટે નીકળ્યો હતો.ત્યારે રજા મસ્જિદ તરફ જવાના ગલીના નાકા પાસે અમારી બાજુના મહોલ્લામાં રહેતો આરિફ તથા તેનો દીકરો સાદ્દીક શેખ, નદીમ શેખ ,અંસાર શેખ તથા શરાફત શેખે મારૃં સ્કૂટર રોકીને કહ્યું હતું કે,તે અગાઉ મારા છોકરા વિરૃદ્ધમાં પોલીસ ફરિયાદ કેમ કરી હતી ? તેવું કહીને તેણે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.સાદ્દીક તથા નદીમે ધારદાર હથિયાર વડે મને કપાળના ભાગે ઇજા કરી હતી.અંસાર શેખ, આરિફ શેખ તથા શરાફત અલી શેખે પણ મને લાકડીઓ વડે માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે આરિફઅલી મોહંમદઅલી શેખે ફરિયાદ નોંધાવી છે કે,મારો દીકરો સાદ્દીક શેખ સાથે રિયાઝ ખાનને ઝઘડો થયો હતો.જેથી,હું તથા મારો સાળો રિઝવાન શેખ તથા મુરાદ નવસાદ અલી શેખ સમજાવવા જતા તે ઉશ્કેરાઇ ગયો હતો.રિયાઝ પઠાણ, આજીમ પઠાણ, ભૂરા ઇલ્યાસ પઠાણ, મેરાજ પઠાણ, મોહમંદ શેખે યુ.પી.ની ચૂંટણીના ઝઘડાની અદાવતે અમારી સાથે ઝઘડો કરી લોખંડની પટ્ટી ,પાઇપ વડે ઇજા પહોંચાડી હતી.જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી.માંજલપુર પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:50 pm IST)