Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વડોદરા:શાકભાજી ખરીદીને આવતા વૃધ્ધાના ગળામાંથી સોનાનો સવા તોલાનો અછોડો તોડી કારમાં આવેલ આરપીઓ વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા:શાકભાજી ખરીદીને આવતા વૃદ્ધાના ગળામાંથી સોનાનો સવા તોલા વજનનો અછોડો તોડીને કારમાં આવેલા આરોપીઓ ભાગી ગયા હતા.કારના નંબરના આધારે પાણીગેટ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા પાસે રામદેવનગરમાં રહેતા ૬૭ વર્ષના હીરાબેન ગોવિંદભાઇ  પરમાર ગઇકાલે સાંજે સવા સાત વાગ્યે સોસાયટીમાં રહેતા કોકિલાબેનની સાથે શાકભાજી ખરીદવા માટે સોસાયટીની પાછળ  ગ્લોબલ સ્કૂલ પાસે ગયા હતા.અને ત્યાંથી શાકભાજી ખરીદીને ચાલતા  જતા હતા.સાંજે સવા સાત વાગ્યે અમે સવિતા હોસ્પિટલ પાસે સેફાયર ગ્લોબલ સ્કૂલની સામે શ્રીજી ફ્લેટની સામે રોડ  પરથી પસાર થતા હતા.તે દરમિયાન એક અજાણ્યો શખ્સ અમારી પાછળ આવ્યો હતો.અને મારા ગળામાં હાથ નાંખીને સોનાના  પેન્ડલ સાથેની સવા તોલા વજનની  ચેન તોડીને દોડી ગયો હતો.થોડે દૂર ઉભેલી એક સફેદ કલરની કારમાં બેસીને ભાગી ગયો હતો.હીરાબેને બૂમાબૂમ કરી હતી.પરંતુ, લોકો ભેગા થાય તે પહેલા આ ચોર ત્યાંથી ભાગી ગયો હતો.ત્યારબાદ હીરાબેન  ઘરે આવ્યા હતા.અને  પતિને જાણ કરી હતી.પરંતુ, તે સમયે હીરાબેનની તબિયત ઠીક નહી હોવાથી તેમણે આજે ફરિયાદ નોંધાવી હતી.

(5:50 pm IST)