Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વડોદરાના ગોરવા વિસ્તારમાં ઇંટોના ભઠ્ઠામાં પૈસાની લેતી દેતી મામલે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવતા ગુનો દાખલ

વડોદરા:શહેરના ગોરવા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં પૈસાની લેતી દેતી મામલે નાણાની માંગણી કરનાર યુવકના ભાઈને હુમલાખોરોએ ગડદાપાટુનો માર મારતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. 

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ મધુનગર બ્રિજ પાસે ફાતિમા પાર્ક સોસાયટીમાં રહેતા આબતાબ મૈસરઅલી પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે, મારા ભાઈ અદનાનને મુમતાજ પાસેથી ઈંટોના ભઠ્ઠાના બાકી નાણાની માંગણી કરી હતી. જેની અદાવત રાખી ગઈકાલે મોડી રાત્રે હું સોસાયટીની પાસે ખુલ્લા મેદાનમાં બેઠો હતો. તે સમયે ઇન્તજાર પઠાણ, ઇમરાન, આમીર અને કામરાન ઘસી આવ્યા હતા. અને મને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. થોડીવાર બાદ બકીલ અને જુનેદ પઠાણે પણ મને માર મારતા કપાળના ભાગે ટાંકા આવ્યા છે. ઉપરોક્ત ફરિયાદના આધારે ગોરવા પોલીસે પાંચેય હુમલાખોરો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:49 pm IST)