Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વડોદરામાં જુદા જુદા બે વિસ્તારમાં બે વૃદ્ધાને ટાર્ગેટ કરી તસ્કરો સોનાની ચેઇન તફડાવી છૂમંતર.....

વડોદરા:શહેરમાં ગુરૂવારે રાત્રે ચેઇન સ્નેચરોએ વાઘોડિયા અને જેપી રોડ ખાતે બે વૃદ્ધાને ટાર્ગેટ કરી સોનાની ચેન તોડી ફરાર થઈ જવાની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ શુક્રવારે સવારે ફરી એક વખત વાઘોડિયા રોડ ઉપર વધુ એક વૃદ્ધાના પોણા લાખની મત્તા ભરેલ પર્સની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. એક પછી એક તસ્કરોએ ત્રણ ઘટનાને અંજામ આપી પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કર્યા છે. 

શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ પર્ણવાટિકા બંગ્લોઝમાં રહેતા 72 વર્ષીય વિધવા દક્ષાબેન શાહ ગઈકાલે સવારે વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસેની અંબાલાલ પાર્ક સોસાયટી ખાતે રહેતી દીકરીને મળવા માટે નીકળ્યા હતા. તેમની પાસે રહેલા પર્સમાં રોકડા રૂ. 16, 500 , 60 હજારની કિંમત ધરાવતી ચાર તોલા વજનની બે સોનાની ચેન પેન્ડલ સાથે, ચાંદીનો સિક્કો, મોબાઈલ ફોન, ઘરની ચાવીઓ તથા અગત્યના કાગળો હતા. તેઓ અંબાલાલ પાર્ક સોસાયટીના નાકા પાસેથી પસાર થતા હતા. તે સમયે પાછળથી બાઈક સવાર બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા. અને દક્ષાબેનએ ખભે લટકાવેલ પર્સની લૂંટ ચલાવી બરોડા પબ્લિક શાળા તરફ નાસી છૂટ્યા હતા. ઘટનાના પગલે ગભરાઈ ગયેલા દક્ષાબેન મોપેડ તથા આરોપીઓના વર્ણન સંદર્ભે યોગ્ય માહિતી પૂરી પાડી શક્યા નથી.આમ, અજાણ્યા બાઈક સવાર તસ્કરો 79,900ની કિંમતનું મત્તા ભરેલ પર્સની લૂંટ ચલાવી નાસી છૂટતા ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)